સ્થાનિક રહીશે કલેકટર અને ચીફ ઓફિસરને નાલું પહોળું કરવા કરી રજુઆત મોરબી : મોરબીમાં છેલ્લા થોડા વર્ષોમાં વાહનોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. જેની સાથે રસ્તાઓ પર ટ્રાફિકની સમસ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે. આવી જ સમસ્યા શહેરના અવની ચોકડી પાસે દરરોજ થાય છે મોરબી કેનાલ રોડ પર આવેલ અવની ચોકડી પાસે દરરોજ સવાર - સાંજ ટ્રાફિકની સમસ્યા થાય છે આ બાબતે સ્થાનિક રહીશ હર્ષદભાઈ કાવરે કલેકટર અને ચીફ ઓફિસરને રજુઆત કરતા જણાવ્યું હતું કે મોરબીના શનાળા રોડથી રવાપર રોડ જતા કેનાલ રોડ પર અવની ચોકડી પાસે ચાર રસ્તા પડે છે ત્યાં બાપા સીતારામ ચોકથી અવની રોડ પર જતા રસ્તા વચ્ચે કેનાલનું નાલું સાંકડું હોવાથી ત્યાં દરરોજ સવાર - સાંજ ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાય છે અને કલાકો સુધી લોકો ટ્રાફીકમાં અટવાઈ રહે છે. અને અવની રોડ 40 ફૂટ પહોળો છે અને નાલું રોડથી અડધું પણ ન હોવાથી આ ટ્રાફિકની સમસ્યા રહે છે. રજુઆતમાં વધુ જણાવ્યું છે કે હાલ ત્યાં એક સાઈડ આરસીસી રોડનું કામ ચાલુ છે આથી જો નાલું પહોળું કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા નિવારી સકાય છે