વારંવાર વીજળી ગુલ થઈ જતા ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જવાથી ભારે નુકશાનમોરબી : મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળીયા ગામમા વારંવાર લાઈટનો પાવર વધઘટ થતા અનેક ઘરોમાં હજારો રૂપિયાના ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકસાન થયાની ફરિયાદ ઉઠી છે. બહોળો શ્રમિક વર્ગ ધરાવતા માળીયા વનાળીયા ગામમા રોજેરોજનુ કમાયને ખાતા લોકોના ટીવી,ફીઝ,પંખા વગેરે ઇલેકટીક સાધનો બળીને ખાખ થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.થોડા સમય પહેલા નવા રચાયેલા મોરબીના સામાકાંઠે આવેલ માળીયા વનાળિયા ગામના લોકોના જણાવ્યા મુજબ હમણાંથી હમણાંથી ગામમા સતત વીજ ધાંધિયા થઈ રહ્યા છે. દિવસમાં ગમે ત્યારે વીજળી ગુલ થઈ જાય છે અને કલાકો સુધી વીજ પુરવઠો ઠપ્પ રહે છે જેથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વધુમાં દિવસમાં ગમે ત્યારે લાઈટ જતી રહે અને ઓચિંતા જ પાછો પાવર આવી જતો હોય આ સતત પાવરની વઘધટથી લોકોના કિંમતી ઇલેક્ટ્રિક ઉપકરણો બળી જાય છે. તેથી લોકોને ભારે આર્થિક નુકશાન ભોગવવું પડે છે. જેથી સ્થાનિક વિજતંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ ઉઠાવી છે.