સફેદ પટ્ટા પણ મારેલા ન હોવાથી વાહનચાલકોને સ્પીડબ્રેકર દેખાતા ન હોવાની રાવમોરબી : મોરબીના લીલાપર રોડ પર અનેક મસમોટા સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા હોવાથી અનેક ટુ-વ્હીલર ચાલકો ત્યાં પડી રહ્યા હોવાની રાવ ઉઠી છે. આજે પણ એક્ટિવા લઈને નીકળતો વિદ્યાર્થી અહીં પડ્યો હતો. ત્યારે આ સ્પીડબ્રેકર કાઢી નાખવામાં આવે તેવી માંગ ઉઠી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર અહીં 6થી 7 જેટલા હાર્ડ સ્પીડ બ્રેકર મુકવામાં આવ્યા છે. જેના કારણે અવારનવાર બાઈક ચાલક પડે છે. આજ સવારમાં લીલાપર ગામનો એક વિદ્યાર્થી એક્ટિવા લઈને જતી વેળાએ આ સ્પીડ બ્રેકરના કારણે પડ્યો હતો. ઉપરાંત આ સ્પીડ બ્રેકર ઉપર કોઈ સફેદ પટ્ટા કે એવું કંઈ મારેલુ ન હોવાથી વાહનચાલકોના ધ્યાનમાં પણ આવતા નથી. અનેક ફોર વ્હીલને પણ આ સ્પીડબ્રેકરને કારણે નુકસાન પહોંચી રહ્યું છે. હાલ તો આ સ્પીડ બ્રેકર ટ્રાફિક વધારવાનું અને લોકોના જીવને જોખમમાં મુકવાનું કામ કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.