એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન માટે ડ્રાઇવરની સાથે એક વ્યક્તિને છૂટ : પરિવહન કરવા માટે પાસ મેળવવું જરૂરી : સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ હળવદ : કોરોના મહામારીને લઈ ભારત સરકાર દ્વારા લોકડાઉન ને લંબાવવામાં આવ્યું છે. જેથી, આવશ્યક/બિન આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે પાસ મેળવવા માટે કરવાની થતી અરજીઓ બાબતે આસિસ્ટન્ટ કલેકટર દ્વારા ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે. સાથે જ એક પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યુ છે. પરિપત્રમાં જણાવાયું છે કે આવશ્યક ચીજવસ્તુઓના પરિવહન માટે માલવાહક વાહનોને પાસ ઈશ્યૂ કરવાની કોઈ જરૂર રહેતી નથી. તેમજ વાહનના પરિવહન કરતાં ડ્રાઇવરોના ટ્રાન્સપોર્ટ લાઇસન્સને પાસ તરીકે માન્ય ગણવામાં આવેલ હોય. જેથી, આવશ્યક ચીજવસ્તુઓના પરિવહનના કિસ્સામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન માટે માલવાહક વાહનો ડ્રાઇવર અને તેની સાથે એક વ્યક્તિ માટે પાસ મેળવવાની જરૂર નથી. તેથી, આવા કિસ્સાઓમાં ડિજિટલ ગુજરાત વેબસાઇટ મારફત પાસ મેળવવાની અરજી કરવાની રહેતી નથી, સાથે જ લોકડાઉન દરમિયાન વેપારીઓ ઉદ્યોગિક હેતુસર પરિવહન બાબતે કોઈપણ પ્રકારના પાસ ઈશ્યુ કરવાના થતા નથી. જેથી, આ પ્રકારના પાસ મેળવવા માટે ડિજિટલ ગુજરાત વેબસાઇટ મારફત પાસ મેળવવાની અરજી કરવી નહીં. વધુમાં જણાવ્યું છે કે ફક્ત મેડિકલ ઇમરજન્સી સેવાના જ ડિજિટલ ગુજરાતની વેબસાઈટ મારફતે પાસ ઈશ્યુ કરવાના થતાં હોય છે. જેથી, ફક્ત આવા કિસ્સાઓમાં જ પાસ મેળવવા માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ ડિજિટલ ગુજરાતની વેબસાઈટ મારફતે પાસ મેળવવા માટે અરજી કરવા આસિસ્ટન્ટ કલેકટર ગંગાસિંહ દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું છે.