(હિટ વિકેટ, નિલેશ પટેલની કલમે) 74 માં સ્વાતંત્ર્ય પર્વ ની આજે સમગ્ર દેશ માં ઉજવણી થઈ રહી છે અંગ્રેજોની ગુલામી માંથી સ્વતંત્ર થયા ની ખુશી તમામ દેશવાસીને હોય જ એ સ્વાભાવિક છે મારા તરફ થી પણ તમામ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ ... પણ મિત્રો મારા મન માં એક સવાલ થાય છે કે સ્વતંત્ર્યતાની વ્યાખ્યા શુ કરવી ?? .. અંગ્રેજો ના ત્રાસ માંથી મુક્તિ મળી એ સ્વતંત્ર્યતા ગણવી કે આપણું હતું એના પર આપણો હક ફરી પ્રસ્થાપિત થયો એ સ્વતંત્રતા ગણવી .. જો અંગ્રેજો ના ત્રાસ માંથી મુક્તિ ને સ્વતંત્રતા ગણીએ તો શું આપણો દેશ આઝાદ થયો પછી બધા ત્રાસ દૂર થઈ ગયા ? .. ને જો આપણો હક ફરી પ્રસ્થાપિત થયો એને સ્વતંત્રતા ગણીએ તો જે આપણું હતું એને આપણે આપણું માની ને જીવ્યા છીએ 74 વર્ષ માં ક્યારેય ? કદાચ બંને સવાલ ના જવાબ 'ના' છે કારણ કે જો બધા ત્રાસ દૂર થઈ ગયા હોત તો દેશવાસીઓ માટે અદભુત સુવિધાઓ હોત જ .. અમેરિકા નો ડોલર આપણા રૂપિયા પાસે પાણી ભરતો હોત ..કારણ વિના બહાર જવાનું મન થાય એવા રોડ રસ્તા હોત .. ખૂબ જ સારી કક્ષા ની તબીબી સુવિધાઓ હોત .. ઝૂંપડપટ્ટીઓ તો ના જ હોત .. કરોડો અબજો ના કૌભાંડ પણ ના જ હોત .. મત માટે જ્ઞાતિઓ ના વાડા ના બન્યા હોત .. નેતાઓ ને ખબર જ હોત કે તેઓ જનતા ના નોકર જ છે ... જનતા રાજા જેવુ જીવન જીવતી હોત .. રોજગારી માટે ભટકવું ના પડતું હોત .. નેતાઓ ના એકાઉન્ટ સ્વિસ બેન્ક માં ના હોત .. અને જો આપણું માની ને જો 74 વર્ષ થી જીવ્યા છીએ તો .. કેમ પ્રજા ના પૈસા સ્વિસ બેન્ક માં પહોંચી જાય છે .. કેમ હજી દેશ માં સારા રોડ રસ્તા પણ નથી .. કેમ હજી દેશ માં 100% લોકો સુધી વીજળી નથી પહોંચી .. કેમ હજી તબીબી સેવાઓ ઉચ્ચ કક્ષાએ નથી પહોંચાડી શક્યા.. કેમ જ્યાં ને ત્યાં ઝૂંપડપટ્ટીઓ જોવા મળે છે .. કેમ યુવાનો ડીગ્રી લઈ ને નોકરી માટે ભટકી રહ્યા છે .. કેમ ગંદા રાજકારણ નો ભોગ જનતા બની રહી છે .. કેમ જ્ઞાતિઓ નું વિભાજન થઈ રહ્યું છે .. કેમ સરકારી કામ ના નાણાં કોન્ટ્રાક્ટરો ચાઉં કરી શકે છે .. કેમ પૈસા આપ્યા વિના કોઈ કચેરી માં ફાઇલ આગળ નથી વધી રહી .. કેમ જગત નો તાત બુમરાંગ મચાવી રહ્યો છે .. દરેક વર્ગ કોઈ ને કોઈ તકલીફો થી પીડાઈ રહ્યો છે .. જનતા ના નોકરો રાજ કરી રહ્યા છે ને જનતા જ નોકર બની ગઈ છે .. કેમ દેશ ગંદકી માં સબડી રહ્યો છે .. કેમ દેશ ના નેતાઓ ગૃહ માં જ ખુરશી યુદ્ધ કરી રહ્યા છે .. આવા અનેક સવાલ સાબિત કરે છે કે આપણે આપણા દેશ ને આપણો સમજી ને નહીં પણ મારે મારુ જોવાનું આ નીતિ થી જીવી રહ્યા છીએ આપણા દેશ માં શિક્ષણ માં હજી પણ માત્ર કોણે શુ કર્યું એ જ શીખવાડવામાં આવે છે .. શુ નવું કરી શકાય એવું વિચારવા જેવો સમય જ ક્યારેય ન આવ્યો .. ફક્ત સમસ્યાઓ જ આવતી રહી છે ખુશીઓ ની એ પલ ક્યારેય ન આવી જેમાં દરેક લોકો ખુશ હોય ..આપણા દેશ ને અંગ્રેજો ની ગુલામી માંથી મુક્તિ અપાવવા માટે આપણા દેશ ના કેટલાય રિયલ હીરો એ પોતાનો જીવ આપી દીધો છે પરંતુ આપણે એ બલિદાન ની કિંમત ચુકવવાની તો દૂર ની વાત છે પણ એ બલિદાન ની કિંમત સમજવામાં પણ ઉણા ઉતર્યા છીએ ને એ જ વાસ્તવિકતા છે 74 વર્ષ પહેલાં જ્યારે એક નવા ભારત નું નિર્માણ શરૂ થયું એના હેતુઓ કેમ વિસરાઈ ગયા છે ? .. દેશ ના તમામ નાગરિકો ને ભાઈ બહેન સમજવાની ભાવના ક્યાં ગઈ ? .. આખો દેશ આપણો છે ને કઈ ખરાબ થશે તો એ આપણા જ પરિવાર નું ખરાબ થશે પરિવાર ની એ લાગણી પોતાના વ્યક્તિગત હિત ની મહત્વકાંક્ષા માં કેમ વિલીન થઇ ગઈ છે ? .. સૌ કોઈ આજે સમજ્યા વિના જ તાબોટા પાડી રહ્યા છે ખોટું થતું હોય તેને અટકાવવા કોઈ આગળ આવતું નથી પરંતુ પછી ખોટા બરાડા પાડી ને બીજા નું જીવવું પણ મુશ્કેલ બનાવી રહ્યા છે .. દેશ પાસે થી બધા ને બધું જ જોઈએ તો છે પરંતુ દેશ માટે પોતાની સાચી દેશભક્તિ દેખાડવા કોઈ તૈયાર નથી ..પણ હા ફક્ત દેખાવ તો થાય જ છે દેશભક્તિ નો પરંતુ એમાં નૈતિકતા નું તત્વ જ દેખાતું નથી ને એટલે જ કદાચ આટલા વર્ષો પછી પણ દરેક વર્ગ મન માં ને મન માં મૂંઝાઈ રહ્યો છે દેશ ના દરેક નાગરિક ને પોતાની ફરજ અદા કરવાની નૈતિકતા ની જરૂર છે ને એવું થશે તો જ દેશ ની સમસ્યાઓ નો અંત આવવાની શરૂઆત થશે બાકી દર વર્ષે 15 ઓગસ્ટ આવશે જ ને આઝાદી ના વર્ષ માં પણ એક વર્ષ ઉમેરાશે જ પરંતુ સાચા અર્થ માં આઝાદી નો આનંદ મેળવવો અશક્ય જ લાગશે આપણા દેશ માં જેને જે સાચું લાગે બેફામ બોલવાની છૂટ છે આનાથી મોટી આઝાદી શુ હોઈ શકે .. જે તંત્ર અને નેતાઓ કામ નહીં કરતા હોવાના બળાપા રોજ સોસીયલ મીડિયા માં ઠલવાય છે એ બંને તો પ્રજા ના સેવક છે તો એ કેમ કામ ન કરે એમને કામ કરતા કેમ કરવા એ જનતા એ જ વિચારવાનું છે બાકી કોઈ ક્યારેય કામ નહીં જ કરે ને જ્યાં સુધી એવું નહીં થાય ત્યાં સુધી સ્વાતંત્ર્ય પર્વ ની ખુશી દિલ થી તો ક્યારેય નહીં જ થઈ શકે .. નિલેશ પટેલ મોરબી , જયહિંદ