મોરબી : મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મોરબીવાસીઓના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આજે તારીખ 1 મેથી સવારે 7:30 થી 8:30 કલાક સુધી કેસરબાગ ખાતે યોગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. આ યોગ ક્લાસીસ મોરબીવાસીઓને વિનામૂલ્યે યોગનો અભ્યાસ થાય અને તેઓ યોગને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવે તે નેમ સાથે ચાલુ કરવામાં આવ્યા છે.આ યોગ ક્લાસીસ 1 મે 2025 એટલે કે ગુજરાત સ્થાપના દિવસથી સતત ચાલુ રાખવામાં આવશે. તો મોરબી શહેરના તમામ નગરજનો પોતાના શ્રેષ્ઠ શારીરિક અને માનસિક આરોગ્ય માટે બહોળા પ્રમાણમાં આ યોગ ક્લાસીસનો લાભ લે તેવી મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.