યોગ આરાધના ઇન્સ્ટિટયૂટ અને રીયલ ક્રિકેટ એકેડમીના સંયુક્ત સહયોગથી આયોજનમોરબી : તા.17ને રવિવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73માં જન્મદિવસ નિમિત્તે યોગ આરાધના ઇન્સ્ટિટયૂટ અને રીયલ ક્રિકેટ એકેડમીના સંયુક્ત સહયોગથી ફ્રી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રીયલ ક્રિકેટ એકેડમી, એસપી રોડ, આઇકોન રેસિડેન્સીથી આગળ, રાધે કૃષ્ણ ફાર્મની બાજુમાં રાખેલ છે. આ યોગ શિબિરનું સંચાલન યોગ આરાધના ઇન્સ્ટિટ્યૂટના સંચાલક ડો.અલ્પા ભટ્ટ દ્વારા કરવામાં આવશે. જેમણે ટીટીસી કોર્સ સાન્તાક્રુઝ યોગ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલ છે તેમજ પીએચડી બોમ્બે યુનિવર્સિટીથી કરેલ છે. ડો. અલ્પા પટેલ અભિનેત્રીઓના પર્સનલ કોચ રહી ચૂક્યા છે. યોગ ક્ષેત્રમાં તેઓ 18 વર્ષથી કાર્યરત છે. આ કેમ્પનો લાભ લેવા સર્વે નગરજનોને અનુરોધ કરાયો છે.