મોરબી : પરશુરામ ધામ, સહકાર ભારતી તથા હોટલ મહેશ તરફથી શનાળા રોડ સ્થિત ત્રણ અલગ અલગ જગ્યાએ ત્રણ દિવસ સુધી નિઃશુલ્ક છાસ વિતરણ કરવામાં આવનાર છે. તારીખ 15 જૂનને શનિવારે સવારે 09:00 થી 11:00 કલાક દરમ્યાન ડૉ. બી.કે.લહેરુના દવાખાના પર, ગુરુદત્તાત્રેયના મંદિર પાસે, શનાળા રોડ, તારીખ 16 જુનને રવિવારે સવારે 09:00 થી 11:00 કલાક દરમ્યાન નવા બસસ્ટેન્ડ સામે, બાપા સીતારામ પાસે, શનાળા રોડ અને તારીખ 17 જુનને સોમવારે સવારે 09:00 થી 11:00 કલાક દરમ્યાન સ્કાય મોલ, ચિત્રા નગર સામે, શનાળા રોડ, મોરબી ખાતે નગરજનોને આ નિઃશુલ્ક છાસ વિતરણ સેવાનો લાભ લેવા આયોજકોની એક યાદીમાં જણાવાયું છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne