મોરબી: સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની મોરબી શાખા દ્વારા 'હમ હોંગે કામિયાબ' શીર્ષક અંતર્ગત શૈલેષ સગપરિયા અને શાસ્ત્રી શ્રુતિપ્રકાશદાસજી ધોરણ 10થી 12નાં વિદ્યાર્થીઓ તથા વાલીઓને માર્ગર્શન આપશે. ધોરણ 10 અને 12 પછી મોટાભાગના વિદ્યાર્થીઓ કારકિર્દી ઘડતર અંગે ચિંતા અનુભવતા હોય છે ત્યારે ટૂંકી ટચ વાર્તા દ્વારા ઉત્તમ સંદેશ આપતા શૈલેષ સગપરિયા અને દેશ વિદેશમાં ગુજરાતી, અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં પેરેન્ટિંગ તથા બાલ યુવા સેમિનારમાં મનોવૈજ્ઞાનિક રીતે માર્ગદર્શન આપતા શાસ્ત્રી શ્રુતિપ્રકાશદાસજી સ્વામી આ વેબીનારમાં માર્ગદર્શન આપનાર હોય વિદ્યાર્થીઓમાં તેઓને માણવાનો અદમ્ય ઉત્સાહ વર્તાઈ રહ્યો છે. તારીખ 25ને મંગળવારે રાત્રે 9 કલાકે આયોજિત આ વેબીનારમાં જોડાવવા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9909931637 પર સંપર્ક કરી શકાય છે.