મોરબી : આજે તારીખ 2-3-2025ના રોજ ગાયત્રી પરિવાર મોરબી દ્વારા ચકલાઓ માટે પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 500 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ પ્લાસ્ટિક ફ્રી સમાજ બને એના માટે ગવર્નમેન્ટ માન્ય ઝબલાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વ્યસન મુક્તિ કાર્યક્રમ અંતર્ગત 300 જેટલી નાની પુસ્તિકાનું પણ વિનામૂલ્યે લોકોમાં વિતરણ કરાયું હતું.