કપરી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં માનવ સેવા માટે કાર્યરત કોવિડ સેન્ટરમાં દર્દીઓની સેવા માટે અનેક સમાજશ્રેષ્ઠીઓ વહારે આવ્યા, ઉમિયા સીરામીકવાળા હરિભાઈ તરફથી રૂ.11 હજારનું દાન અપાયું મોરબી :મોરબીમાં હરહંમેશ દરેક સમાજના જરૂરિયાત મંદોની મદદ માટે તત્પર રહેતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપે હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિમાં તમામ સમજના દર્દીઓની વહારે આવીને સર્વજ્ઞાતિના લોકો માટે રફાળેશ્વર ખાતે વિનામૂલ્યે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં કપરી પરિસ્થિતિ વચ્ચે ખરા અર્થમાં માનવ સેવા માટે કાર્યરત કોવિડ સેન્ટરમાં દર્દીઓની સેવા માટે અનેક સમાજ શ્રેષ્ઠીઓ વહારે આવી રહ્યા છે.ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને વિનામૂલ્યે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે રિવોન મિનરલ વોટર તરફથી દર્દીઓ માટે વિનામૂલ્યે પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ ઉપરાંત ઉમિયા સીરામીકવાળા હરિભાઈ તરફથી આ કોવિડ સેન્ટરમાં રૂ.11 હજારનું દાન આપવામાં આવ્યું છે. મોરબીમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે સર્વધર્મ સમભાવની ભાવના અખંડિત રાખીને તમામ સમાજના જરૂરિયાત મંદ દર્દીઓને તાત્કાલીક આરોગ્ય સુવિધા આપવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપે આગળ આવીને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી રફાળેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સર્વ સમાજ માટે કોરોના કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.જેમાં જરૂરિયાત મંદ દર્દીઓની ખરા અર્થમાં સઘન સારવાર સાથે પારિવારિક વાતાવરણ આપીને દર્દીઓના મનમાંથી કોરોનાનો હાઉ દૂર કરવાના સરાહનીય પ્રયાસો કરાતા હોવાથી દર્દીઓને નેક દિલે થતી સેવાથી પ્રભાવિત થઈને અનેક ઉધોગપતિઓ સહિતના સમાજ શ્રેષ્ઠીઓ પોતાનાથી બનતી મદદ કરવા આગળ આવી રહ્યા છે. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત આ કોવિડ સેન્ટરમાં દર્દીઓને વિનામૂલ્યે શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે જોધપર ગામે આવેલા રિવોન પોલીપ્લાસ્ટ નામના મિનરલ વોટર પ્લાન્ટના સંચાલકો ભરતભાઇ,જ્યંસુખભાઈ, મુકેશભાઈ તરફથી દર્દીઓ માટે વિનામૂલ્યે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ ઉપરાંત આ કોરોના કેર સેન્ટરમાં જરૂરિયાત મંદ દર્દીઓને વધુ સારી અયોગ્ય સુવિધાઓ પુરી પાડી શકાય તે માટે ઉધોગપતિઓ વહારે આવીને અનુદાનની સરવાણી વહાવી રહ્યા છે.ત્યારે ઉમિયા સીરામીકવાળા હરિભાઈ તરફથી યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને રૂ.11 હજારનું અનુદાન આપવાનું જાહેર કરાયું છે.