મોરબી : કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચુકી છે ત્યારે સ્વ. પ્રભુભાઈ લાલજીભાઈ વારેવડીયાના સ્મરણાર્થે અબોલ પક્ષીઓ માટે પાણીના પરબીયા નિઃશુલ્ક મેળવવા માટે સંપર્ક કરવા રાજેશભાઈ પ્રભુભાઈ વારેવડીયા (સોખડાવાળા)એ લોકોને આહવાન કર્યું છે. સ્થાનીક કે બહારગામના કોઈ પણ સેવાકીય ગ્રૃપો આવા પાણીના પરબીયાનો સેવા ભાવે નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજવા ઈચ્છતા હોય તો તેઓને પણ જેટલા જોઈએ તેટલા પરબીયા નિઃશુલ્ક આપવામાં આવશે. જોકે તેઓએ અગાઉથી ફોન દ્વારા જાણ કરવાની રહેશે જેથી જરૂર મુજબનો સ્ટોક તૈયાર કરવામાં સરળતા રહે એવું એક યાદીમાં જણાવાયું છે. માટીના પરબીયા મેળવવા માટે સ્વ. હીરાભાઈ ભીમજીભાઈ ઉભડીયાની વાડી લખધીરપુર રોડ મોરબી અથવા મો.નં. 9265377396 અથવા મો.નં. 9825962785 પર સંપર્ક કરવા યાદીના અંતમાં જણાવાયું છે.