મોરબી : શહેરમાં ક્રિકેટનો હંમેશા ભારે ક્રેઝ જોવા મળતો હોય છે, ત્યારે ક્રિકેટ રસિયાઓ માટે એક શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. મોરબીના યુવાનો દ્વારા ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની રોમાંચક મેચ મોટી એલઇડી (LED) સ્ક્રીન પર નિહાળવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ પર આવેલા બાપા સીતારામ ચોક ખાતે 'ક્રિકેટ નાઈટ્સ' અંતર્ગત ઇન્ડિયા વર્સીસ ન્યૂઝીલેન્ડ મેચનું વિશાળ સ્ક્રીન પર લાઇવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. ક્રિકેટ પ્રેમીઓ માટે આ લાઈવ મેચ જોવાનું આયોજન તદ્દન વિના મૂલ્યે કરવામાં આવ્યું છે, જેથી લોકો એકસાથે બેસીને સ્ટેડિયમ જેવો માહોલ અનુભવી શકે અને મેચની મજા માણી શકે.આ ભવ્ય અને નિઃશુલ્ક આયોજન આયોજકો અનિલભાઈ વરમોરા, કેતન વિલાપરા ( પૂર્વ પ્રમુખ, મોરબી નગરપાલિકા) અને જયદીપ દેત્રોજા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યારે મોરબીના તમામ ક્રિકેટ પ્રેમીઓને આ મેચનો આનંદ માણવા અને ટીમ ઇન્ડિયાને ચિયર કરવા માટે બાપા સીતારામ ચોક ખાતે પધારવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Cricket #IndiaVsNewZealand #LiveScreening #BapaSitaramChowk #CricketLovers #SportsNews #MorbiNews