ગીતાંજલી વિદ્યાલય, મુસ્કાન વેલફેર સોસાયટી અને પાટીદાર વુમન્સ એમ્પાવરમેન્ટના સંયુક્ત ઉપક્રમે 72 જેટલી કન્યાઓને વેક્સિન અપાઈમોરબી : મોરબીની ગીતાંજલી વિદ્યાલય ખાતે દીકરીઓના સ્વાસ્થ્યને વિશેષ પ્રાધાન્ય આપીને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપતા સર્વાઇકલ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે ગીતાંજલી વિદ્યાલય, મુસ્કાન વેલફેર સોસાયટી અને પાટીદાર વુમન્સ એમ્પાવરમેન્ટ દ્વારા સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. આ કેમ્પ અંતર્ગત સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદ કન્યાઓને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી હતી. જેની વિગત નીચે મુજબ છે:ગીતાંજલી વિદ્યાલય: 32 કન્યાઓમુસ્કાન વેલફેર સોસાયટી: 30 કન્યાઓપાટીદાર વુમન્સ એમ્પાવરમેન્ટ: 10 કન્યાઓદીકરીઓમાં વધતા જતાં સ્વાસ્થ્ય જોખમો સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓ અને વિદ્યાર્થીનીઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વેક્સિન દીકરીઓના સુરક્ષિત અને સ્વસ્થ ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.આ ઉમદા કાર્યમાં સહયોગ આપનાર તમામ દાતાઓ, જહેમત ઉઠાવનાર કાર્યકરો તથા સહયોગી શિક્ષક સ્ટાફનો ગીતાંજલી વિદ્યાલયના સંચાલક રૂપલબેન દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.#Morbi #MorbiUpdate #GitanjaliVidyalaya #VaccinationCamp #CervicalCancerAwareness #WomenEmpowerment #MorbiNews #GirlHealth Care