વર્ષ 2026 સુધીમાં પાટીદાર સમાજના 10 હજાર દીકરા-દીકરીઓને નોકરીનો લક્ષ્ય રાજકોટ : વર્ષ 2026 સુધીમાં પાટીદાર સમાજના 10 હજાર દીકરા-દીકરીઓને નોકરી મળે તવા લક્ષ્ય સાથે રાજકોટમાં સરદારધામ દ્વારા પાટીદાર સમાજના દીકરા-દીકરીઓને UPSC -GPSC તથા Judiciaryની પરીક્ષાને લગતી તાલીમ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે. સરદારધામનાં પાંચ લક્ષ્યબિંદુઓ પૈકીના એક લક્ષ્યબિંદુ પાટીદાર સમાજના 10 હજાર દીકરા-દીકરીઓને વર્ષ 2026 સુધીમાં સરકારમાં અલગ અલગ ઉચ્ચપદ પર વહીવટી સેવામાં મોકલવા, તે માટે સરદારધામ દ્વારા પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ ને UPSC -GPSC તથા Judiciary પરીક્ષાને લગતી તાલીમ નિ:શુલ્ક આપવામાં આવી રહી છે. તો પાટીદાર પરિવારના જે દીકરા-દીકરીઓને સરકારમાં ઉચ્ચપદ પર જોડાવું હોય તેઓને સરદારધામ-રાજકોટ સેન્ટર, 1- ઇન્દ્રપ્રસ્થ નગર કોર્નર, એસ. કે. પાઠક સ્કૂલની બાજુમાં, ભકિતનગર રેલ્વે લાઇન પાસે, રાજકોટ ખાતે મુલાકાત લેવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં 7575009796 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.