મોરબી : મોરબીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ કોરોનગ્રસ્ત દર્દીઓની મદદે આવ્યા છે. મોરબીમાં વજેપર શેરી નં. 6માં ચડવા હનુમાનજી મંદિરના બજરંગ મિત્રમંડળ દ્વારા કોરોનાના દર્દીઓ માટે બપોરે નિઃશુલ્ક ટિફિન આપવામાં આવશે. આ સેવા મેળવવા માટે ડાયાભાઇ (98796 12597), છગનભાઇ (98792 70506), કિશોરભાઈ (99091 72788)નો સંપર્ક કરી શકાશે.