મોરબી : મોરબીમાં ગુરુવારે વિનામૂલ્યે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાશન ટીપાં પીવડાવવાનો કેમ્પ યોજાશે. લાયન્સ ક્લબ અને લિયો ક્લબ ઓફ મોરબી સીટી સ્પાર્ક દ્વારા આગામી તા.૨૮ના રોજ ગુરુવારે સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી ડૉ.જિગર પી.આદ્રોજા ઓમ ક્લિનિક,સત્યમ કોમ્પલેક્ષ,ન્યુ ચંદ્રેશનગર,મુનનગર ચોક પાસે,મોરબી ખાતે તેમજ ડો.ખ્યાતિ ભીમાણી,ઉમા ક્લિનિક,સરસ્વતિ સોસાયટી,ઉમા ટાઉનશિપ મેઈન રોડ,બગીચાની સામે,મોરબી - ૨ ખાતે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણપ્રાશન ટીપાં વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.