આ કેમ્પમાં જન્મથી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને વિનામૂલ્યે ટીપા પીવડાવવામાં આવશેમોરબી : છેલ્લા આઠ વર્ષથી દર મહિને પુષ્યનક્ષત્રમાં મોરબીમાં બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવે છે. ત્યારે આ વખતે રવિવારે રામ નવમી અને પુષ્યનક્ષત્રનું ઉત્તમ સંયોજન છે. ત્યારે બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે તા. 6-4-2025ને રવિવારના રોજ વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પ યોજાશે.આ 79માં વિનામૂલ્યે આયુર્વેદિક રસીકરણ સુવર્ણપ્રાશન ટીપા કેમ્પમાં શ્રી સોરઠીયા લુહાર જ્ઞાતિની વાડી, સ્વામિનારાયણ મંદિર ગેટ વાળી શેરી, તથા પુજારા મોબાઈલ વાળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 10 થી 1 કલાક તેમજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન જન્મથી 12 વર્ષ સુધીના તમામ બાળકોને તથા પ્રેગ્નન્ટ લેડીઝને આ ટીપા વિનામૂલ્યે પીવડાવવામાં આવશે.