પુષ્ય નક્ષત્ર નિમિત્તે બાળકોના સ્વાસ્થ્ય માટે વિશેષ આયોજનમોરબી: પુષ્ય નક્ષત્રના પવિત્ર અવસર પર 15/07/2026 ને બુધવારના રોજ બાળકો માટે સ્વાસ્થ્યવર્ધક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી આયોજિત આ કેમ્પ હનુમાનજી મંદિર, નીલકંઠ સ્કૂલ સામે, વિશ્વકર્મા સોસાયટી, રવાપર રોડ, મોરબી ખાતે યોજાશે. સમયમાં ખાસ ફેરફારબાળકોની શાળાના સમયને ધ્યાનમાં રાખીને આ વખતે કાર્યક્રમના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે આ કેમ્પનો લાભ સાંજે 4:00 થી 7:30 સુધી લઈ શકાશે. 0 થી 15 વર્ષની વયના તમામ બાળકો આ કેમ્પનો લાભ લઈ શકે તે માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.સેવા અને આયોજનઆ કેમ્પમાં ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીના સભ્યો દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. મોરબીમાં આ કેમ્પ થકી અંદાજિત 150 બાળકો લાભ લે છે. સ્થાનિક સ્તરે સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્યરત આ ટીમના પ્રયાસોથી વધુને વધુ બાળકોને આ લાભ મળે તેવી અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે 9427213999 પર સંપર્ક કરી શકાશે. #Morbi #MorbiNews #Suvarnaprashan #HealthCamp #PushyaNakshatra #ChildrenHealth #RavaparRoad