મોરબી : બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો કરવા માટે આયુર્વેદમાં સુવર્ણપ્રાશનનું વિશેષ મહત્વ છે. આગામી તા. 01/03/2026, રવિવાર ના રોજ પુષ્ય નક્ષત્રના શુભ સંયોગે મોરબીમાં દર વખતની જેમ આ વખતે પણ નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ અને સિનિયર સિટીઝન ક્લબનો સહયોગઆ કેમ્પ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્, રાજકોટ ના સહયોગથી યોજાશે. જેમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ - મોરબી ના સભ્યો પોતાની નિ:શુલ્ક સેવાઓ આપશે. ઉલ્લેખનીય છે કે, મીડિયાના માધ્યમથી થતી જાગૃતિને કારણે દર વખતે અંદાજે 150થી વધુ બાળકો આ કેમ્પનો લાભ લે છે.કેમ્પની વિગતો: • તારીખ: 01/03/2025, રવિવાર (પુષ્ય નક્ષત્ર) • સમય: સવારે 09:00 થી બપોરે 01:00 વાગ્યા સુધી • સ્થળ: હનુમાનજી મંદિર, વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી. • વય મર્યાદા: 0 થી 15 વર્ષના તમામ બાળકો માટે.મોરબીની તમામ સોસાયટીના રહીશોને બાળકોના સર્વાંગી વિકાસ માટે આ નિ:શુલ્ક કેમ્પનો મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે. વધુ માહિતી માટે આયોજકોના મોબાઈલ નંબર 94272 13999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.