0 થી 15 વર્ષના બાળકો માટે 24 એપ્રિલના રોજ રવાપર રોડ ખાતે કેમ્પ યોજાશે: ઉમિયા સિનિયર સિટીઝન ક્લબના સભ્યો સેવા આપશેમોરબી : આગામી તારીખ 24.4.2026 ને શુક્રવારના રોજ પુષ્ય નક્ષત્ર નિમિત્તે 0 થી 15 વર્ષ સુધીના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી આ કેમ્પ યોજાવા જઈ રહ્યો છે.આ કેમ્પમાં ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબીના સભ્યો દ્વારા ફ્રીમાં સેવા આપવામાં આવશે. મોરબીના આ કેમ્પમાં દર વખતે અંદાજિત 150 થી વધુ બાળકો આ સેવાનો વિશેષ લાભ લે છે. આયોજકો દ્વારા મોરબીની તમામ સોસાયટીઓના વાલીઓને પોતાના નાના બાળકોના સ્વાસ્થ્ય વર્ધન માટે આ કેમ્પમાં પધારવા અને લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.કેમ્પની વિગતોસ્થળ: વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબીતારીખ: 24.4.2026, શુક્રવારસમય: સવારે 9.00 થી બપોરે 1.00 વાગ્યા સુધીસંપર્ક: વધુ માહિતી માટે મોબાઈલ નંબર 9427213999 પર સંપર્ક કરવા વિનંતી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Suvarnaprashan #HealthCamp #PushyaNakshatra #ChildrenHealth #Ayurveda