0 થી 15 વર્ષના બાળકો માટે સવારે 09:00 થી બપોરના 01:00 વાગ્યા સુધી કેમ્પનું આયોજન મોરબી : સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્, રાજકોટના સહયોગથી આયોજિત નિ:શુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પ ફરી એકવાર મોરબીમાં યોજાવા જઈ રહ્યો છે. દર પુષ્ય નક્ષત્રની જેમ, આગામી શુક્રવાર, 25 જુલાઈ 2025 ના રોજ, 0 થી 15 વર્ષના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવશે. આ કેમ્પ વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ, મોરબી ખાતે સવારે 09:00 થી બપોરના 01:00 વાગ્યા સુધી ચાલશે. શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ, મોરબીના સભ્યો આ કેમ્પમાં સેવા આપશે.આયોજકો દ્વારા મોરબીની તમામ સોસાયટીઓના વાલીઓને તેમના બાળકોને આ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ કેમ્પનો અંદાજિત 150 બાળકો દર વખતે લાભ લે છે. જે અંગે વધુ માહિતી માટે 94272 13999 નંબર પર સંપર્ક કરી શકો છો.