0 થી 15 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં નિઃશુલ્ક પીવડાવાશેમોરબી : સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી દર વખતેની જેમ આ વખતે પણ પુષ્ય નક્ષત્રમાં તારીખ 15-1-2024ને બુધવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમ્યાન વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, હનુમાનજી મંદિર, રવાપર રોડ મોરબી ખાતે નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 0 થી 15 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં નિઃશુલ્ક પીવડાવામાં આવશે. કેમ્પમાં શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નાં સભ્યો સેવા આપશે. વધુ માહિતી માટે મો. નં. 94272 13999 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.