સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ અને ઉમિયા સિનિયર સિટીઝન ક્લબના સહયોગથી રવાપર રોડ પર યોજાશે કેમ્પ: 0 થી 15 વર્ષના બાળકો લાભ લઈ શકશેમોરબી: મોરબીમાં દર વખતની જેમ આ વખતે પણ પુષ્ય નક્ષત્રના પવિત્ર અવસરે બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને બૌદ્ધિક ક્ષમતા વધારતા સુવર્ણપ્રાશનના ટીપાં નિઃશુલ્ક પીવડાવવાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી આ કેમ્પનું આયોજન આગામી તારીખ 21-05-2026 ને ગુરુવારના રોજ રવાપર રોડ પર રાખવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઉમિયા સિનિયર સિટીઝન ક્લબ મોરબીના સભ્યો દ્વારા માનદ સેવાઓ આપવામાં આવશે.મોરબીમાં સુવર્ણપ્રાશન માટે અલગ-અલગ જગ્યાએ કેમ્પો ચાલતા હોય છે, પરંતુ રવાપર રોડ ખાતે યોજાતા આ કેમ્પમાં દર વખતે સૌથી વધુ અંદાજિત 150 જેટલા બાળકો આ સેવાનો લાભ લે છે. આ ઉમદા કાર્યને લોકો સુધી પહોંચાડવામાં મીડિયાનો પણ મોટો સહયોગ સાંપડ્યો છે. મોરબીની તમામ સોસાયટીના રહીશોને પોતાના 0 થી 15 વર્ષ સુધીના બાળકોને આ સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવા માટે જાહેર હિતમાં અપીલ કરવામાં આવી છે. કેમ્પની વિગત: • તારીખ: 21-05-2026, ગુરુવાર (પુષ્ય નક્ષત્ર) • સમય: સવારે 9:00 થી બપોરે 1:00 વાગ્યા સુધી • સ્થળ: હનુમાનજી મંદિર, વિશ્વકર્મા સોસાયટી, નીલકંઠ સ્કૂલ સામે, રવાપર રોડ, મોરબી.આ કેમ્પ અંગેની વધુ માહિતી મેળવવા માટે મોબાઈલ નંબર 9427213999 પર સંપર્ક કરવા જણાવાયું છે.#Morbi #Suvarnaprashan #Ayurveda #ChildHealth #PushyaNakshatra #FreeCamp #MorbiNews #MorbiUpdates