મોરબી : કેપેક્સીલ એક સિરામીક પ્રોડકટ માટેની પ્રમોશન કાઉન્સીલ છે અને કોમર્સ મીનીસ્ટ્રી (ભારત સરકાર) તેમજ મોરબી સિરામીક એશોસીએસનના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૬/૩/૨૦૨૦ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ થી ૨.૦૦ વાગ્યા સુધી મોરબી સિરામીક એશોસીએસન હોલ ખાતે મીટીગનુ આયોજન કરવામા આવેલ છે. ત્યારે તજજ્ઞો દ્વારા એન્ટીડંમ્પીગ ના લાગે તેના માટે રાખવાની તકેદારી અને લાગે તો તેના કારણો અને આગળ જતા એન્ટીડંમ્પીંગ ના લાગે તે માટે ઉત્પાદકો અને એકસપોર્ટરો દ્વારા શુ શુ પગલા લેવા પડે અને લાગ્યા બાદ તેમા શુ કરવુ જોઇએ તે બાબતની વિસ્તૃત માહીતી આ સેમીનારમા આપવામા આવશે. આ સેમિનારમાં મોરબી તેમજ રાજકોટના દરેક પ્રોડકટના એક્સપોર્ટરો, ઉધોગ એશોસીએસનો, ટ્રેડ લીડરો અને એક્સપોર્ટરોને મોરબી સિરામીક એશોસીએસન તેમજ કેપેક્સીલ દ્વારા આમંત્રણ આપવામા આવે છે. આ સેમીનારમા મોરબી સિરામીક એશોસીએસનના મેમ્બરોને રજીસ્ટ્રેશન કરાવવુ જરૂરી નથી પરંતુ બીજા કોઇપણ એકસપોર્ટ કે ઉત્પાદકો એ હાજરી આપવા માટે +91 97275 70850 નંબર ઉપર વોટસએપ કે ફોન દ્વારા જાણ કરવાની રહેશે. જેથી કરીને વ્યવસ્થા જળવાઇ શકે. આ સેમિનાર નિ:શુલ્ક છે. જેમાં ભાગ લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.