વૃક્ષોના વાવેતરનો અનુકૂળ સમય શરૂ થતાં વિવિધ સંસ્થાઓએ પ્રતિ વર્ષ મુજબ સરાહનીય કાર્ય હાથ ધર્યું મોરબી : મોરબીમાં ચોમાસુ વિધવિત રીતે શરૂ થઈ ગયું હોય એમ હમણાં જ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તેથી વૃક્ષોના વાવેતર માટે અનુકૂળ સમય શરૂ થવાથી વિવિધ સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે રોપા વિતરણનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે અને આ રોપા વિતરણનો શહેરીજનોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. મોરબીમાં ઘણા વર્ષોથી પર્યાવરણનું જતન કરતી સંસ્થા મયુર નેચર કલબ તેમજ વન વિભાગ, ઇન્ડિયન લાયન્સ કબલ તેમજ મોરબી અપડેટ દ્વારા શહેરને લીલુંછમ હરિયાળું બનાવવામાં માટે ભગીરથ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસે પ્રથમ સારો વરસાદ પડ્યા બાદ ઘટાદાર વૃક્ષો થાય તેવા રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ પ્રથમ વરસાદ હમણાં પડ્યા બાદ આ સંસ્થાઓ દ્વારા મોરબી શહેરને લીલુંછમ હરિયાળું બનાવના ભાગરૂપે આગામી તા.27 જુનને રવિવારે સવારે 9 વાગ્યે મોરબીના શનાળા રોડ, રામચોક, કભીબી બેકરી પાસે આવેલ સંદેશ બ્યુરો ઓફીસ નીચે વિનામૂલ્યે રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સીતાફળ, જામફળ, દાડમ, જાંબુ, આંબલી, કાચનાર, સેતુર, આસોપાલવ, આમળા, લીમડો, કરંજ, વાયાવરણો સહિતના વૃક્ષોના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. તેથી વહેલા તે પહેલાંના ધોરણે આ રોપા વિતરણનો લાભ લેવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.