મોરબી: લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટી દ્વારા મારું મોરબી હરિયાળું મોરબી અંતર્ગત દર વર્ષે ચોમાસાના પ્રારંભે રોપા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આજરોજ ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ મોરબી (R.O.) કે. બી. વાઘેલા સાહેબ દ્વારા રોપા વિતરણ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આશરે ૪૦૦૦ જેટલાં રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ મોરબી R.O. વાઘેલા સાહેબે મોરબીની પર્યાવરણ પ્રેમી જનતા, તેમજ મોરબીના ઉધોગિક સાહસિકોને નમ્ર અપીલ સાથે જણાવ્યું હતું કે, હવે આપણે પર્યાવરણ બાબતે જાગૃત થવાની જરૂર છે અને આપણી આવનારી પેઢીને પ્રદુષણથી બચાવવા મોરબીના સફળ ઉધોગ સાહસિકોએ ખાસ આગળ આવવું પડશે. પોતે પોતાની કંપનીમાં, રોડ સાઈડ ખૂબ મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવું જોઈએ. આ કામમાં ઉદ્યોગકારોએ પર્યાવરણ ઉપર કામ કરતી લાયન્સ કલબ ઓફ મોરબી સિટી જેવી અનેક સંસ્થાઓને હર હંમેશ દરેક રીતે પ્રોત્સાહન પૂરું પાડીને પણ સમાજ ઉપયોગી કામ કરવા જોઈએ તો જ આવનારા સમયમાં વધતા જતા પ્રદુષણથી મોરબી, ગુજરાત અને રાષ્ટ્રને બચાવી શકીશું અને આવનારી પેઢીને વારસામાં જળ અને પર્યાવરણની જાળવણી કરીને સામાજીક અને રાષ્ટ્રીય ફરજ સ્વેચ્છાએ અદા કરશુ તો ચોક્કસ આપણે આપણા શહેર મોરબી, ગુજરાત અને રાષ્ટ્રને હરિયાળું બનાવી શકીશું. આ તકે ખાસ ઉપસ્થિત રહેલા લાયન્સ કલબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨J (સૌરાષ્ટ્ર કરછ) નાં દ્વિતીય વાઈસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશ રૂપાલા, ઝોન ચેરમેન લા.મનીષ પારેખ, લાયન્સ ક્લબ ઓફ મોરબી સિટીનાં પ્રમુખ જગદીશભાઈ કાવર, મંત્રી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ટી.સી. ફુલતરીયા, પ્રોજેકટ ચેરમેન અમૃતલાલ એસ. સુરાણી તથા ભીખાભાઈ લોરિયા, બિરેન્દ્ર સિંહ રાઠોડ, રશ્મિકાબેન રૂપાલા, મીનાક્ષીબેન કાવર, ધીરુભાઈ આદ્રોજા, પ્રદીપભાઈ ભૂવા, તુષારભાઈ દફતરી, રાકેશભાઈ ક્રિષ્નાની તેમજ લાયન્સ કલબ મોરબી પરિવારને સમાજમાં રોપા વિતરણ કાર્યક્રમ દ્વારા પર્યાવરણ જાગૃતિ લાવવા બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ તકે વાધેલા સાહેબનો લાયન્સ ક્લબ ઓફ મોરબી પરિવાર વતી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.