વિશ્વ હિન્દુ પરિષદ - માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૨૦૦થી વધુ બહેનો-દીકરીઓ જોડાઈમોરબી: વિશ્વ હિન્દુ પરિષદ - માતૃશક્તિ અને દુર્ગાવાહિની દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે બહેનો અને દીકરીઓને જાગૃત કરવાના હેતુથી સત્ય ઘટના પર આધારિત ફિલ્મનું વિશેષ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.મોરબીની નીલકંઠ વિદ્યાલય ખાતે ગત શનિવાર, ૮ માર્ચના રોજ બપોરે ૧:૪૫ કલાકે ‘ધ કેરલા સ્ટોરી ભાગ-૨’ ફિલ્મ નિઃશુલ્ક બતાવવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા ‘પ્રેમ કે પ્રેમના નામે વ્યાપાર’ અને લવ જેહાદ જેવા વિષયો પર પ્રકાશ પાડીને દીકરીઓને સાવચેત રહેવા અંગે માર્ગદર્શન અપાયું હતું. આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦ જેટલી બહેનો અને દીકરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ફિલ્મ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ બહેનોએ સાથે મળીને અલ્પહાર કર્યો હતો. કાર્યક્રમના અંતમાં દુર્ગાવાહિનીના બહેનો દ્વારા લવ જેહાદના ષડયંત્રો અને તેનાથી બચવા અંગેની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સમગ્ર આયોજનને સફળ બનાવવામાં નીલકંઠ વિદ્યાલયનો મહત્વનો સહયોગ રહ્યો હતો.#MorbiUpdate #MorbiNews #VHP #Matrushakti #Durgavahini #InternationalWomensDay #TheKeralaStory2 #LoveJihadAwareness #MorbiEvents #GujaratNews