14 જૂનના રોજ હનુમાનજી મંદિર ખાતે સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન પર્યાવરણની જાળવણી અર્થે થશે વિતરણમોરબી : મોરબીમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત વાતાવરણ ઊભું કરવાના ઉમદા હેતુથી રાજનગર યુવા ગ્રુપ દ્વારા એક સરાહનીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી રવિવારના રોજ સંસ્થા દ્વારા શહેરીજનો માટે નિઃશુલ્ક રોપા વિતરણ કાર્યક્રમ યોજાશે.રાજનગર યુવા ગ્રુપ દ્વારા તારીખ 14/06/2026 ને રવિવારના રોજ સવારે 8 થી 12 વાગ્યા દરમિયાન મોરબીના પંચાસર રોડ પર આવેલી રાજનગર સોસાયટીમાં સ્થિત હનુમાનજીનું મંદિર ખાતે આ નિઃશુલ્ક રોપા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. રાજનગર યુવા ગ્રુપ દ્વારા મોરબીના સમસ્ત નાગરિકોને આ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે કે તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એક રોપું મેળવે અને મોરબીને હરિયાળું બનાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપે.#Morbi #PanchasarRoad #RajanagarYuvaGroup #FreeSaplingDistribution #TreePlantation #GreenMorbi #EnvironmentCare #MorbiUpdate #MorbiNews