મોરબી : આગામી તારીખ 6 જુલાઈ ને રવિવારના રોજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા વૃક્ષોના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવનાર છે. મોરબીના પંચાસર રોડ પર આવેલી રાજનગર સોસાયટીમાં આવેલા હનુમાનજીના મંદિરે સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી નિઃશુલ્ક રોપા આપવામાં આવશે. તો આ રોપા વિતરણનો લાભ લેવા વહેલા તે પહેલાના ધોરણે મોરબીવાસીઓને રાજનગર યુવા ગ્રુપ દ્વારા અનુરોધ કરાયો છે.