મોરબી : વર્તમાનમાં કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધી રહ્યું છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે સૅનેટાઇઝિંગ કરવું જરૂરી છે. આથી, મોરબીમાં આર્પટન ઇન્ટરનેશનલ દ્વારા રઘુવંશી કોવિડ સેન્ટર અને પાટીદાર કોવિડ સેન્ટર ખાતે નિઃશુલ્ક સૅનેટાઇઝિંગ કરાયું હતું. મોરબીમાં રઘુવંશી સમાજ દ્વારા લોહાણા વિદ્યાર્થી ભુવન ખાતે કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેમજ જોધપર (નદી) નજીક પાટીદાર સમાજની બોર્ડિંગ ખાતે પાટીદાર કોવીડ હેલ્થ કેર સેન્ટર પણ કોરોના પોઝિટિવ દર્દીઓની સેવા માટે કાર્યરત છે. આ બંને કોવીડ કેર સેન્ટરમાં અનુક્રમે ગત તા. 9 અને 10ના રોજ આર્પટન ઇન્ટરનેશનલ દ્વારા વિનામૂલ્યે સૅનેટાઇઝિંગ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. એટલે કે આર્પટન ઇન્ટરનેશનલના અર્પિતભાઇ પલાણની ટીમ દ્વારા કોવિડ સેન્ટરમાં આવેલ દરેક રૂમમાં તથા દરેક વસ્તુને સૅનેટાઇઝ કરવામાં આવી હતી. આમ, નિઃશુલ્ક સૅનેટાઇઝિંગ દ્વારા આર્પટન ઇન્ટરનેશનલ કંપની દ્વારા કોરોનાની પરિસ્થિતિમાં સેવાકાર્ય કરવામાં આવ્યું હતું.