લાયન્સ ક્લબ દ્વારા આયોજન મોરબી : મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા આવતીકાલે રવિવારે નિઃશુલ્ક સેનેટરી નેપકીન વિતરણ કરવામાં આવનાર છે. મોરબીમાં લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આવતીકાલે તા. 12ના રોજ સરદાર બાગ ખાતે સવારે 7 કલાકે અને સ્કાય મોલ ખાતે સાંજે 5 વાગ્યે 'એક કદમ મહિલા સુરક્ષા તરફ' મહિલા જાગૃતિ અભિયાન અંતર્ગત સેનેટરી નેપકીનનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. જેનો મહિલાઓ લાભ લઇ શકશે. આ પ્રોજેક્ટ માટે પ્રમુખ ડો. પ્રેયસ પંડ્યા, પ્રોજેક્ટ ચેરમેન તુષાર દફતરી અને સેક્રેટરી દિનેશ વિડજા જહેમત ઉઠાવી રહ્યા છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..