હળવદ : હળવદ સ્થિત રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટની વાડી ખાતે વિનામૂલ્યે સદગુરુ મેગા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો હતો. આ નેત્રયજ્ઞ કેમ્પમાં કુલ 375 દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી હતી. જેમાં 136 દર્દીઓને મોતિયાનું નિદાન થયું અને 102 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. આજ રોજ હળવદ મધ્યે આવેલ રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટની વાડી ખાતે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ દ્વારા અને રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટ હળવદ તાલુકાના સહયોગથી વિનામૂલ્યે સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હળવદ તાલુકા અને આસપાસના 375 જરૂરિયાતમંદ દર્દીઓએ આ કેમ્પમાં પોતાની આંખની તપાસ કરાવી હતી. જેમાં રણછોડદાસ બાપુ હોસ્પિટલના નિષ્ણાંત આંખના સર્જન ડોકટર દ્વારા દર્દીઓના આંખની તપાસ કરવામાં આવી હતી. જેમાં 136 દર્દીઓને આંખમાં મોતિયાની તાપસ કરવામાં આવી હતી અને જેમાંથી 102 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસ બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા. તમામ દર્દીનારાયણને આવવા-જવાની સુવિધા તેમજ જરૂરી દવા-ટીપાં અને ચશ્માં સહિત રહેવા જમવાની સુવિધા આ કેમ્પમાં વિનામૂલ્યે પુરી પાડવામાં આવી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રણછોડદાસજી બાપુ આંખની હોસ્પિટલ રાજકોટ અને રામાનંદી સમાજ સેવા ટ્રસ્ટ, ધર્મપ્રેમી સેવા ગ્રુપના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી. ઉલ્લેખનીય છે કે રણછોડદાસ બાપુનું સૂત્ર હતું કે 'મુજે ભૂલ જાના પરંતુ નેત્રયજ્ઞ કેમ્પ કો મત ભૂલના.' ત્યારે તેના અનુયાયીઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં માનવસેવાના વિવિધ સેવાકાર્યો થઈ રહ્યા છે અને દેશભરમાં વિવિધ શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પ થઈ રહ્યા છે. ત્યારે હળવદમાં દર મહિનાની 8મી તારીખે વિનામૂલ્યે સદગુરુ નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..