મોરબી : મોરબીમાં જાહેર જનતા માટે અસહ્ય ગરમીમાંથી રાહત મેળવવા મફત છાશ વિતરણનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. કાળઝાળ ઉનાળાની અસહ્ય ગરમીમાંથી છુટકારો મેળવવા માટે મોરબીવાસીઓ માટે ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મફત છાશ વિતરણ આજ રોજ સવારે 10:00 વાગ્યાથી મહારાણા પ્રતાપચોક, હાઉસિંગ બોર્ડ બસ સ્ટેન્ડ પાસેથી કરવામાં આવ્યું હતું, જેના દાતા સ્વ. ડો. નરેન્દ્રસિંહ દાનુભા જાડેજા (વીરપરડાવાળા) હતા. ગરમીથી રાહત અનુભવવા માટે અસંખ્ય લોકોએ આનો લાભ લીધો હતો.