મોરબી : મોરબી શહેરના ઉમા ટાઉનશીપ પરીવાર અને સંસ્કાર ફિઝીયોકેર સેન્ટર (સામાકાંઠે) ના સંયુક્ત ઉપક્રમે આગામી તા. ૭ જાન્યુઆરી, ૨૦૨૪ ને રવિવારના રોજ નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકા ની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે.આ કેમ્પમાં (૧) સાયટીકા/ ગાદી ખસવી/ સાંધાના વા/ ઘુંટણનો ઘસારો.(૨) કમર/ ગરદન / ખભા/ એડીનો દુ:ખાવો, ટેનિસ એલ્બો૩) ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર, લીગમેંટની ઇજાઓ(૪) હાથ-પગ તથા મોઢાના લકવા-પેરાલીસીસ, પેરાપ્લેજીયા, કમ્પવા(પાર્કિંસન્સ).(૫) સેરેબ્રલ પાલ્સી, જન્મજાત ખોડખાંપણ, ત્રાંસીડોક, ઓટીઝમ, વગેરે તેમજ સ્નાયુ તથા મગજ અને ચેતાતંત્રનાં રોગો , બેલેન્સ પ્રોબ્લમ, જીબીએસ, તમાકુ/કેંસરનાં ઓપરેશન પછી જકડાયેલ જડબાની સારવાર, ડિલીવરી પહેલાં/પછીની કસરતો, મોટી ઉંમરે થતી શારીરિક તકલીફો વગેરેઆ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે લાવવાના રહેશે.કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે.રજીસ્ટ્રેશન માટે મો. ૮૧૬૦૨૮૨૪૫૬, ૯૬૩૮૧૪૦૯૫૭ પર સંર્પક કરવો. કેમ્પ ઉમા વિદ્યા સંકુલ, ઉમા ટાઉનશીપ, સામાકાંઠે, મોરબી ખાતે યોજાશે.