મોરબી : મોરબીમાં આવેલા રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ અને સંસ્કારધામ ઇમેજિંગ સેન્ટરના રાહત દરે કાર્યરત ફિઝીયોકેર-ફિઝીયોથેરપી અને રીહેબિલીટેશન સેન્ટરનાં સંયુક્ત ઉપક્રમે તા.૨૬ નવેમ્બરને રવિવારના રોજ મોરબી જલારામ મંદિર ખાતે નિ:શુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં ફિઝીયોથેરાપી સેન્ટરના હેડ ડો.કેશા અગ્રવાલ મગજ અને મણકાની તકલીફનાં નિષ્ણાત માસ્ટર ઓફ ફિઝીયોથેરપી MPT (Neuro.),BPT, MIAP) તથા તેમની ફીઝીયોથેરાપી ટીમ સેવા આપશે. આ કેમ્પમાં ૧.કમર, ઘૂંટણ, ડોક, તથા અન્ય સાંધાના દુખાવા, ૨.સાયટીકા, સાંધાના વા, ઘૂંટણમાં ઘસારા, ગાદી ખસવી, ૩.હાથ - પગ તથા મોઢાના લકવા - પેરાલીસીસ,ખાલી ચડવાની સારવાર૪.તમાકું, ગુટકા તથા મોઢાના કેન્સરના ઓપરેશન પછી જકડાયેલ મોં૫.ફ્રેકચર તથા સાંધા બદલાવ્યા પછીની સારવાર ૬.ફ્રોઝન શોલ્ડર, ટેનિસ /ગોલ્ફર એલ્બો, પ્લાન્ટર ફસાયટીસ૭.લીગામેન્ટ તથા સ્નાયુની સ્પોર્ટ્સ ઈજાઓ.૮.પ્રેગનન્સી પહેલાં તથા પછીની તકલીફો. મેનોપોઝ પછીની તફલીકો, ગર્ભાશયમાં ઑપરેશન તથા સિઝેરિયન પછીની કસરતો ૯.હાડકાની ઘનતા વધારવાની સલાહ વગેરે તકલીફઓ વાળા દર્દીઓને જોવામાં આવશે.આ કેમ્પમાં ફાઇલ એક્સરે તથા રિપોર્ટ કરાવેલ હોય તે સાથે રાખવાનું જણાવવામાં આવ્યું છે. તેમજ રજીસ્ટ્રેશન માટે આપેલ નંબર 8160282456, 9979435494 પર સંર્પક કરવો. આ કેમ્પને સફળ બનાવવા માટે પ્રમુખ ગિરીશભાઈ ગેલાણી નિર્મિતભાઈ કક્કડ તથા અન્ય સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.