પોલીસ તથા આર્મીની ફિઝિકલ પરીક્ષાની તૈયારી કરતી સર્વ જ્ઞાતિની બહેનોને ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ અપાશેનિવૃત આર્મીમેન ઓ.સુબેદાર મેજર ઝાલા સહદેવસિંહ દ્વારા ટ્રેનિંગ અપાશેમોરબી : મોરબીમાં પોલીસ, આર્મી તથા તમામ પ્રકારની ફિઝિકલ પરીક્ષાની તૈયારી કરતા તથા તૈયારી કરવા ઇચ્છતા સર્વ જ્ઞાતિની બહેનો માટે મોરબીમાં તા. 12-6-2025 ને ગુરુવારથી રાજપૂત સમાજ વાડી ગ્રાઉન્ડ, શનાળા, રાજપર ચોકડીથી નજીક ઘુનડા રોડ, મોરબી ખાતે તદ્દન ફ્રી ફિઝિકલ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. જેમાં સવારે 5:45 કલાકથી ટ્રેનિંગ શરૂ થશે. આ દરમ્યાન ઓ.સુબેદાર મેજર ઝાલા સહદેવસિંહ (નિવૃત આર્મી) જેઓ આર્મીના 28 વર્ષના અનુભવ ધરાવે છે તેમના દ્વારા ફ્રી ટ્રેનિંગ આપવામાં આવશે. આ સાથે જ સંપૂર્ણ પરીક્ષા માર્ગદર્શન, ડાયટીંગ માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ ટ્રેનિંગમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન માટે નામ, સરનામું લખી વોટ્સએપ નં 8875711843 પર મોકલવાનું રહેશે. તેમજ રજિસ્ટ્રેશન માટે આપેલ લિંકને ઓપન કરો અથવા બારકોડને સ્કેન surveyheart.com/form/684868ce9c4e9a63c2f697ac કરી અરજી કરવાની રહેશે.