મોરબી : મોરબીમાં દર મહિનાની પહેલી તારીખે દરેક જાતના દુઃખાવાની સારવાર એક્યુપ્રેસર પદ્ધતિથી ફ્રી કરવામાં આવે છે ત્યારે આવતીકાલે 1 ઓગસ્ટના રોજ શરીરના દુઃખાવાની ફ્રી સારવાર માટેનો કેમ્પ યોજાશે. મોરબીના શનાળા રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડની અંદર કષ્ટભંજન હનુમાનજીના મંદિરે આવતીકાલે તારીખ 1 ઓગસ્ટને મંગળવારના રોજ સાંજે 5 થી 7 વાગ્યા દરમિયાન શરીરના કોઈપણ પ્રકારના દુઃખાવાની સારવાર એક્યુપ્રેસર પદ્ધતિથી નિઃશુલ્ક કરવામાં આવશે. આ કેમ્પમાં મોર્નિંગ ગ્રુપ વાળા ઈશ્વરભાઈ મોટકા (પટેલ) (મો.નં. 96876 19729) સેવા આપશે.