ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન દર્દીઓ માટે આશીર્વાદ રૂપ મોરબી : મોરબીના સ્વીટ સિરામિક ફેકટરીના સંચાલકો દ્વારા કોરોનાના દર્દીઓ માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીનની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. સ્વીટ સિરામિકના માલિક લાલભાઈના જણાવ્યા મુજબ ગતવર્ષે તેમના સ્વજનને કોરોના થયા બાદ ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન ખૂબ જ ઉપયોગી નિવડતા આ વર્ષે કોરોના મહામારીમાં અન્ય લોકોને મદદરૂપ થવા પંજાબથી 6 ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન મંગાવ્યા છે. અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સેવા પૂરી પાડી રહ્યા છે. હાલમાં મોરબી જિલ્લાના ઓક્સિજન સિલિન્ડરની ખૂબ જ અછત છે. ત્યારે ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓએ આ ઇલેક્ટ્રિક ઓક્સિજન મશીન મેળવવા મો.99044 82222 ઉપર લાલાભાઈનો સંપર્ક સાધવા જણાવાયું છે.