હળવદ : હળવદના લાઈફ લાઈન દવાખાના & ડોક્ટર હાઉસ તેમજ મોરબીના સાર્વજનિક આયુષ હોસ્પિટલ દ્વારા આગામી તા. 16 ફેબ્રુઆરીના રોજ સવારે 10 થી 1 કલાકે લાઈફ લાઈન દવાખાના & ડોક્ટર હાઉસ, વસંત પાર્ક, સરા ચોકડી, હોટેલ ક્રોસ રોડ ખાતે નિ:શુલ્ક ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસ-મસા-ભગંદર, કોથળી કાઢવાનું, પથરી તથા સ્નાયુના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. આ કેમ્પનો લાભ માત્ર મુખ્યમંત્રી અમૃતમ (માં કાર્ડ) તથા આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થીઓ લઇ શકશે.