હળવદ : હળવદમાં જીવન જ્યોત હોસ્પિટલ (દરબાર નાકા) ખાતે આયુષ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો દ્વારા આવતીકાલે માઁ કાર્ડ અને આયુષમાન ભારત કાર્ડના લાભાર્થીઓ માટે વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. હળવદ શહેર મધ્યે આવેલ જીવન જ્યોત હોસ્પિટલ (દરબાર નાકા) ખાતે આયુષ હોસ્પિટલ મોરબીના નિષ્ણાંત તબીબો દ્વારા માઁ કાર્ડ તેમજ આયુષમાન ભારત કાર્ડ ધારક દર્દીઓ માટે આવતીકાલે તારીખ ૨૦/૦૬/૨૦૨૧ને રવિવાર ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી વિના મૂલ્યે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન (ઢીંચણના સાંધાના દુઃખાવાના ઓપરેશન), ઓર્થોસ્કોપી ઓપરેશન (સાંધાના જટિલ ઓપરેશન કે જે દૂરબીન દ્વારા વાઢ કાપ વગર થાય છે), હાડકાના વિવિધ ઓપરેશન, એપેન્ડિક્સ - સારણ ગાંઠ - હરસ મસા ભગંદર જેવા સર્જરીના ઓપરેશન, યુરો સર્જરીના ઓપરેશન (કિડની તથા પેશાબને લગતી સમસ્યાના ઓપરેશન), સ્ત્રી રોગને લગતા ઓપરેશન (ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન)ના દર્દીઓ માટે વિનામૂલ્યે નિદાન તથા ઓપરેશન કેમ્પનું આયોજન કર્યું છે. આ કેમ્પ માત્ર ઓપરેશન કરાવવું પડે તેવા દર્દી નારાયણ માટે જ છે. અગાઉ કોઈપણ દવાખાનામાં તપાસ તેમજ નિદાન થઈ ગયું હોય તેવા દર્દીઓ એ જ આવવું અને જૂની ફાઇલ તથા વિગત સાથે લઈને આવવી. અગાઉથી નામ નોંધવા માટે 92281 08108 પર સંપર્ક કરવાનો રહેશે. આ કેમ્પમાં કોરોના ગાઈડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તો આ વિનામૂલ્યે ઓપરેશન કેમ્પનો લાભ લેવા હળવદ તાલુકાની જાહેર જનતાને યાદીમાં અનુરોધ કરવામાં આવે છે.