20 વર્ષથી યોજાતો ફ્રી સ્ટાઇલ રાસ ગરબામાં પણ એકદમ સુરક્ષિત વાતાવરણમાં બાળાઓ અને યુવતીઓ પ્રાચીન પરંપરા પ્રમાણે માતાજીની ભક્તિ કરે છે : આ વર્ષે ભૂચર મોરીના મેદાનની જેમ આઠમે બાળાઓ ખુમારી પૂર્વક તલવાર રાસ રજૂ કરશે મોરબી : મોરબીમાં નવરાત્રી મહોત્સવમાં ઠેરઠેર પ્રાચીન ગરબીઓ અને અવાચીન રાસોત્સવના અયોજનો થયા છે. પણ એકમાત્ર વિનામૂલ્યે અર્વાચીન અને પ્રાચીન રારોત્સવનો સુગમ સમન્વય એટલે મોરબીના સામાકાંઠે 20 વર્ષથી યોજાતા માં ગરબી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવ. આ માં ગરબી મંડળ આયોજિત નવરાત્રી મહોત્સવની સૌથી મોટી વિશેષતા છે કે અહીં બાળાઓ, યુવતીઓ અને મહિલાઓને એકદમ ફ્રી સ્ટાઇલથી રાસ ગરબે રમાડાઈ છે. પણ માતાજીની ભક્તિ અને સ્તુતિ તો પ્રાચીન પરંપરા અનુસાર જ થાય છે. મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપના મેઈન ગેઇટ સામે જનકલ્યાણ સોસાયટી ખાતે આવેલા સાઈ બાગના વિશાળ મેદાનમાં દરવર્ષની માફક આ વર્ષે પણ તા.29ના રોજ માં ગરબી મંડળ દ્વારા એકદમ વિનામૂલ્યે મા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિસ્તારના અગ્રણી અને પાલિકાના સદસ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ છેલ્લા 20 વર્ષથી એકદમ સુરક્ષિત વાતાવરણમાં માં નવરાત્રી મહોત્સવનું આયોજન કરીને બાળાઓ અને યુવતીઓને તદ્દન ફ્રી સ્ટાઇલમાં રાસ ગરબે રમાડાઈ છે. આ નવરાત્રી મહોત્સવની સૌથી મોટી ખાસિયત એ છે કે, અર્વાચીનની સાથે પ્રાચીન રશોત્સવનો અદભુત સુગમ સમન્વય કરવામાં આવે છે.આધુનિક સંગીતના સાધનો વચ્ચે પણ પ્રાચીન પરંપરાને જીવંત રાખવામાં આવે છે. ખાસ કરીને યુવતીઓ અને મહિલાઓ એકદમ સુરક્ષિત તથા મુક્ત વાતાવરણમાં રાસ ગરબાની રંગત માણીને માતાજીની ભક્તિ કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ રાસ ગરબા નિહાળવા આવતા પરિવારો માટે પણ વિશેષ તકેદારી રાખવામાં આવે છે. ખેલૈયાઓ માટે રાસ ગરબે રમવા માટે અલગ અલગ બે ગ્રાઉન્ડની સુવિધા છે. જેમાં એક તરફ બાળાઓથી માંડીને મહિલાઓ રાસ ગરબે રમી શકે તેવું સુંદર આયોજન કરાયું છે. જ્યારે બાજુમાં ફેમેલી માટે રાસ ગરબે રમવાની વ્યવસ્થા કરાઈ છે. આ નવરાત્રી મહોત્સવ દરમ્યાન દરરોજ ઉમદા રીતે રાસ ગરબે રમનાર ખેલૈયાઓને પ્રિન્સ,પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ સ્ટાઇલ વગેરે સહિતના 25 જેટલા ઇનામો આપીને પ્રોત્સાહિત કરાઈ છે. જો કે આ વખતે આ ગરબી મહોત્સવમાં તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં થોડા સમય પહેલા ભૂચર મોરીના યુદ્ધના મેદાનમાં મહિલાઓએ અદભુત તલવાર રાસ રજૂ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેવો જ તલવાર રાસ મહિલાઓ આ માં ગરબી નવરાત્રી મહોત્સવમાં આઠમના દિવસે રજૂ કરશે. ત્યારે માતાજીની ભક્તિ સાથેના આ નવરાત્રી મહોત્સવ ખરેખર માણવા લાયક બની રહેશે. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274