અર્પણ ફાઉન્ડેશન સંચાલિત માનવબાગ હેલ્થકેર ક્લિનિક અને રઘુવંશી યુવા શક્તિ સંઘનું આયોજન મોરબી : અર્પણ ફાઉન્ડેશન સંચાલિત માનવબાગ હેલ્થકેર ક્લિનિક અને રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા તા. 20ને રવિવાર સવારે 9 વાગ્યાથી લોહાણા વિદ્યાર્થી ભવન - મોરબી, નાગરીક બેંકની સામ, વસંત પ્લોટ મેઇન રોડ ખાતે ડાયાબિટીસ, બીપી અને ઘૂંટણના દુખાવાનો ફ્રી નિદાન કેમ્પ યોજાશે. જેમાં કેન્સરના દર્દીઓ માટે ફ્રી નિદાન કરી આપવામાં આવશે. સાથે રાહત દરે ફૂલબોડી ચેકઅપ પણ કરી અપાશે. અત્યંત આધુનિક જાપાની ટેક્નોલોજી મશીન દ્વારા ભવિષ્યની આવનારી બીમારી સામે સચેત થવા આ કેમ્પ ઉપયોગી બનશે. જેમાં થાઇરોઇડ, વિટામિન્સ, વિટામિન, ડી૩, બી૧૨, લીવર, પેનક્રિયાઝ, જઠર આંતરડા, કેલ્શિયમ, હ્યુમન ટોકસીન, પ્રોસ્ટેટ, કોલેસ્ટ્રોલ, હાર્ટ ફંકશન, કિડની, હાડકાની ઘનતા, ઈમ્યુનીટી સિસ્ટમ, મગજની તપાસ, ફેફસા, જ્ઞાનતંતુ, હોર્મોન્સ બેલેન્સ, ઝીંકની ઉણપ ફકત રૂ. 499/- મા વહેલા તે પહેલે ના ધોરણે કરી આપવામાં આવશે. મિલનભાઈ રવેશિયા મો.નં 9924935618 જીતુભાઇ સોમૈયા મો.નં.94282 64404