સ્વ.બચીબેન ગોકળભાઈ આહીર (હ.નાથાભાઈ તથા રત્નેશ્વરી દેવીજી-રામધન આશ્રમ) પરિવારના સહયોગથી આયોજન મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪થી જૂને સ્વ.બચીબેન ગોકુળભાઈ આહીર (હ.નાથાભાઈ તથા રત્નેશ્વરી દેવીજી - રામધન આશ્રમ) પરિવારના સહયોગથી વિનામૂલ્ય નેત્રમણી - નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.૪-૬-૨૦૨૩ રવિવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન મોરબીના સ્વ. બચીબેન ગોકળભાઈ આહીર (હ. નાથાભાઈ તથા રતનેશ્વરીદેવીજી - રામધન આશ્રમ) પરિવારના સહયોગથી વિનામુલ્યે કેમ્પ યોજાશે. જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધારકાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી - ૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા - ૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ - ૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા - ૮૫૧૧૦૬૦૦૬૬નો સંપર્ક કરવા જણાવાયુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૨૧ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ ૬૮૨૫ લોકોએ લાભ લીધો હતો તેમજ ૩૦૪૧ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.