સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટ (હ.તેજલબેન મનોજકુમાર) પરિવારના સહયોગથી કેમ્પનું આયોજનઅત્યાર સુધીના 45 કેમ્પમાં કુલ 13118 લોકોએ લાભ લીધો, 5981 લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયામોરબી : આંખની હોસ્પિટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા.4-7-2025 ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટ (હ. તેજલબેન મનોજકુમાર) પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધારકાર્ડ સાથે રાખવું અનિવાર્ય છે. વધુ માહિતી માટે ગીરીશભાઈ ઘેલાણી- 9825082468, નિર્મિતભાઈ કક્કડ-9998880588, હરીશભાઈ રાજા-9879218415, અનિલભાઈ સોમૈયા-8511060066 પર સંપર્ક કરવા સંસ્થની યાદીમાં જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગત 45 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 13118 લોકોએ લાભ લીધો હતો. તેમજ 5981 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.