અત્યાર સુધીના ૫૩ કેમ્પમાં કુલ ૧૫૦૩૮ લોકોએ લાભ લીધો, ૬૮૪૮ લોકોના વિનામૂલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયામોરબી: જાણીતી આંખની હોસ્પિટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, શ્રી જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત તા.૪-૩-૨૦૨૬ બુધવારના રોજ સવારે ૯ થી ૧૨ કલાક દરમિયાન અશોકભાઈ લાલજીભાઈ કાથરાણી પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. જેમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો.બળવંતભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે. તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮,હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૫૩ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ ૧૫૦૩૮ લોકોએ લાભ લીધો હતો. તેમજ ૬૮૪૮ લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા. તા.૪-૩ના રોજ ધૂળેટીનો પર્વ હોવા છતાં કેમ્પ રાબેતા મુજબ ચાલુ રહેશે જેની સર્વેએ નોંધ લેવા જણાવાયું છે.