અત્યાર સુધીના 8 કેમ્પમાં કુલ 3081 લોકોએ લાભ લીધો :1412 લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન થયા મોરબી : રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આગામી તા.4ના રોજ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિનામૂલ્યે આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે.તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે.મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે.જે અંતર્ગત આગામી તા.4ને બુધવારના રોજ સવારે 9 થી 1 કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાશે.મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાના સહયોગથી નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાશે.જેમા રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો.અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર,આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવશે.તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા,જમવા,ચા-પાણી,નાસ્તો,ચશ્મા,ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે. દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી.કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી મો.9825082468,હરીશભાઈ રાજા મો.9879218415,નિર્મિતભાઈ કક્કડ મો.9998880588,અનિલભાઈ સોમૈયા મો. 8511060066 પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 8 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમા કુલ 3081 લોકોએ લાભ લીધો હતો.તેમજ 1412 લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.