કેમ્પમાં ૩૨૩ દર્દીઓએ લાભ લીધો અને ૧૫૭ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરાયા મોરબી : મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ૩૨૩ દર્દીઓએ લાભ લીધો હતો અને ૧૫૭ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન થયા હતા.આ કેમ્પમાં નેત્રમણીના ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા,જમવા,ચા-પાણી,નાસ્તો,ચશ્મા,ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી હતી. રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ,જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના જલારામ પ્રાર્થના મંદિર,અયોધ્યાપુરી રોડ,મોરબી ખાતે યોજવામાં આવે છે.જે અંતર્ગત ગત તા.૪ શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.મોરબી જીલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા નયનભાઈ અઘારાની પ્રેરક ઉપસ્થિતીમાં નિ:શુલ્ક નેત્રયજ્ઞ-નેત્રમણી કેમ્પ યોજાયો હતો.જેમાં ૩૨૩ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો.તે ઉપરાંત ૧૫૭ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ,ડો.અલ્કેશભાઈ ખેરડીયા,હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્રમણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવ્યુ હતુ.ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા,જમવા,ચા-પાણી, નાસ્તો, ચશ્મા,ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા,જયેશભાઈ કંસારા,ચિરાગ રાચ્છ,હસુભાઈ પંડિત,અમિત પોપટ,જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝભાઈ તથા જલારામ સેવામંડળ,જલારામ મંદિર મહીલા મંડળ,આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે.કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી.કેમ્પમાં તપાસ માટે દર્દીનુ આધારકાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮,અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૬ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ ૨૪૫૮ લોકોએ લાભ લીધો હતો.તેમજ ૧૧૪૫ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.જ્યારે પ્રવર્તમાન માસના કેમ્પમાં કુલ ૩૨૩ દર્દીઓએ લાભ લીધો હતો.તેમજ કુલ ૧૫૭ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવામાં આવ્યા હતા.