મોરબી સિરામિક એસોસિએશન, શેલ્બી હોસ્પિટલ અને સ્વામિનારાયણ સંસ્કારધામના સંયુક્ત ઉપક્રમે આયોજન મોરબી : શેલ્બી હોસ્પિટલ, મોરબી સિરામિક એસોસિયેશન અને સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ દ્વારા ઘૂંટણ,સાંધા, કરોડરજ્જુ, કિડની, નાક, કાન, ગળા તેમજ પેટના રોગ માટે નિઃશુલ્ક તપાસ શિબિરનું આયોજન 28 નવેમ્બરના રોજ મોરબીમા કરવામા આવ્યું છે. શેલ્બી હોસ્પિટલ અમદાવાદ, મોરબી સિરામિક એસોસિયેશન અને સ્વામિનારાયણ સંસ્કાર ધામ ટ્રસ્ટ, મોરબીના સહયોગથી મલ્ટીસ્પેશિયાલિટી નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન તા. ૨૮મી નવેમ્બર રવિવારેના રોજ સંસ્કાર ઇમેજીંગ સેન્ટર, જી.આઈ.ડી.સી. રોડ, મોરબી ખાતે કરવામાં આવેલ છે. કેમ્પનો સમય સવારે ૧૦:૦૦ થી ૦૧:૦૦નો છે. આ કેમ્પમાં ઘૂંટણ તથા અન્ય સાંધાની તકલીફો, કરોડરજ્જુની તકલીફો, કિડની-પેશાબની તકલીફો, નાક-કાન-ગળા તેમજ પેટ તથા આંતરડાને લગતી તકલીફો માટે સુપરસ્પેશિયાલિસ્ટ તજજ્ઞો હાજર રહેશે. આ કેમ્પમાં સિનિયર જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડૉ. નિતીન બુધ્ધદેવ, ડૉ. અંકુર મહિન્દ્રુ, યુરોસર્જન ડૉ. નીલય જૈન, નેફ્રોલોજિસ્ટ ડૉ. મયંક શાહ, ઈ.એન.ટી. સ્પેશિયાલિસ્ટ ડૉ. અવની શાહ, લેપ્રોસ્કોપીક સર્જન ડૉ. હાર્દિક પટેલ તથા સ્પાઇન સર્જન ડૉ. અનિલ સોલંકી સેવાઓ આપશે. કેમ્પ માં આવનાર દર્દીએ જૂના રિપોર્ટ ની ફાઇલ લઇને આવવાનું રહેશે. ડૉક્ટર નિતીન બુધ્ધદેવ એ જણાવ્યું કે શેલ્બી હોસ્પિટલના વિવિધ સુપરસ્પેશ્યલિસ્ટ ડોક્ટરો જયારે પોતાની નિઃશુલ્ક સેવા માટે મોરબી આવી રહ્યા છે, તો લોકોએ એમની સેવાનો લાભ જરૂરથી લેવો જોઈએ. સિરામિક એસોસિએશનના પ્રમુખ એ જણાવ્યું છે કે અમારો ઉદ્દેશ્ય છે કે આ પ્રકારના કેમ્પ દ્વારા મોરબી જિલ્લાની પ્રજાને વિશ્વ કક્ષાની સર્વશ્રેષ્ઠ સારવારનો લાભ ઘરઆંગણે મળે. વધુ વિગત માટે મો. 95120 01392 અથવા 95747 62555 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..