મોરબી : મહેશભાઈ કૃષ્ણલાલ ઓઝા પરિવાર દ્વારા સ્વ. કિરણબેન મહેશભાઈ ઓઝાની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે તા. 21-9-2025 ને રવિવારના રોજ ગુર્જર કડીયા બોર્ડિંગ, સામાકાંઠે, હાઉસિંગ ચાર રસ્તા, મોરબી ખાતે મેગા સ્કિનકેર એન્ડ ડેન્ટલ-જનરલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જામનગરના જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ ડો. રાજેન્દ્ર ઠાકર M.D. સ્કિન અને મોરબીના જાણીતા ડેન્ટિસ્ટ ડો. બાગેશ્રી ઓઝા BDS અને FDS તથા ડો. દેવાંગ ઓઝા MBBS દ્વારા નિઃશુલ્ક નિદાન કરવામાં આવશે. આ કેમ્પનું દીપ પ્રાગટય જાણીતા એડવોકેટ જગદીશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવશે. તો આ કેમ્પનો લાભ લેવા મો.નં. 98792 68764 / 99255 10610 પર નામ લખાવવાનું રહેશે.